બોરિસ જ્હોન્સનની જીતથી બ્રિટિશ મુસ્લિમો ખુબ ડરેલા છે, બોલ્યા- 'અમે દેશ છોડી દઈશું'
Trending Photos
લંડન: બ્રિટન (Britain) માં બોરિસ જ્હોન્સન ( Boris Johnson) ની કન્ઝર્વેટિવ પાર્ટીની જબરદસ્ત જીત બાદ બ્રિટિશ મુસ્લિમો (British Muslims) એ પોતાની અંગત સુરક્ષાને લઈને ડર વચ્ચે બ્રિટન છોડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જ્હોન્સન પર ઈસ્લામોફોબિયાનો આરોપ લાગતો રહ્યો છે અને તેઓ આગામી પાંચ વર્ષ સુધી વડાપ્રધાન રહેશે. એક મીડિયા રિપોર્ટમાં સોમવારે આ જાણકારી આપવામાં આવી. 'મેટ્રો ડોટ કોમ યુકે'એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે મુસ્લિમ બરાકા ફૂડ એન્ડ ચેરિટીના પ્રમુખ મંઝૂર અલી, જે માન્ચેસ્ટરમાં ગરીબ લોકો માટે ફૂડ પાર્સલ ઉપલબ્ધ કરાવે છે તે એવા લોકોમાંથી એક છે જેમનું કહેવું છે કે પોતાના બાળકોના ભવિષ્યને લઈને તેઓ આશંકામાં છે.
અલીએ 'મેટ્રો ડોટ કો ડોટ યુકે'ને જણાવ્યું કે "મારી ચેરિટી 10 વર્ષથી ચાલે છે. અમે પૂર્વ સૈનિકો અને શ્વેત શ્રમિક વર્ગના લોકો સહિત જીવનના તમામ ક્ષેત્રોના લોકોને મદદ કરી છે. પરંતુ હું મારી વ્યક્તિગત સુરક્ષાને લઈને ડરેલો છું. મને મારા બાળકોના ભવિષ્ય માટે ચિંતા છે."
તેમણે કહ્યું કે બ્રિબ્રિટન (Britain)તેમનું ઘર રહ્યું છે અને તેમને ખબર નથી કે હવે તેમણે ક્યાં જવાનું છે. પરંતુ તેમનો પરિવાર રાજી છે કે તેમણે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ક્યાંક બીજે જવું જોઈએ. પૂર્વમાં કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ જ્હોન્સન પર ઈસ્લામોફોબિયા અને નક્સલવાદી હોવાનો આરોપ લાગ્યો છે. વડાપ્રધાને 2005માં સ્પેક્ટટરના એક લેખમાં પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે જનતા ઈસ્લામથી ડરે તે સ્વાભાવિક છે.
ગત વર્ષે 'ટેલીગ્રાફ'ની એક કોલમમાં મુસ્લિમ મહિલાઓની લેટર બોક્સ અને બેંક લૂટેરાઓ સાથે સરખામણી કરવા બદલ પણ જ્હોન્સનની ખુબ ટીકા થઈ હતી. જો કે વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે તેમની ટિપ્પણીઓને ખોટા અર્થમાં લેવામાં આવી અને મુસ્લિમ મહિલાઓ જે પહેરવું પસંદ કરે છે તેને લઈને તેમના અધિકારોનો પણ બચાવ કર્યો હતો.
આ વર્ષે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે પોતાની સત્તારૂઢ કંઝર્વેટિવ પાર્ટીમાં ઈસ્લામોફોબિયા માટે માફી માંગી હતી. અનેક ઉમેદવારોએ મુસ્લિમોને નિશાન બનાવતા પોસ્ટ કરી હતી. ત્યારબાદ તેમણે આ પગલું ઉઠાવ્યું હતું. ઉત્તર લંડનની એક આઈટી સલાહકાર ઈડાન પણ અલી જેવી જ સોચ ધરાવે છે.
આ VIDEO પણ ખાસ જુઓ...
તેમણે કહ્યું કે 12 ડિસેમ્બરની સામાન્ય ચૂંટણીમાં જ્હોન્સનની જબરદસ્ત જીત બાદથી તે ડરેલી છે. ખાસ કરીને પૂર્વમાં હુમલાનો ભોગ બન્યા બાદ, જ્યારે તેમના માથ પરથી સ્કાર્ફને ખેચીને ફાડી નાખવામાં આવ્યો હતો અને લોકોએ તેને ખુલ્લેઆમ આતંકવાદી કહ્યું હતું.
તેમને ડર છે કે પરિણામ રંગભેદ અને ઈસ્લામોફોબેસને પ્રોત્સાહન આપશે. ઈડાને 'મેટ્રો ડોટ કો ડોટ યુકે'ને કહ્યું કે "મેં સક્રિય રીતે ક્યાંક બીજે નોકરીની શોધ શરૂ કરી દીધી છે. કદાચ તુર્કી અને પાકિસ્તાન, હું ખુબ વધારે ડરેલી છું."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે